અહંકાર - 3

(77)
  • 6.6k
  • 6
  • 3.6k

અહંકાર – 3 લેખક – મેર મેહુલ “તું છો ક્યાં જાડીયા…?” હાર્દિકે ફોન પર ગુસ્સામાં લાંબા લહેકે કહ્યું. પાંચની જગ્યાએ છ વાગી ગયા હતા પણ હર્ષદ હજી નહોતો આવ્યો. બાકી બધા દોસ્તો અત્યારે ચાની લારીએ ઊભા હતા. બધા છેલ્લી અડધી કલાકથી હર્ષદની રાહ જોઈ રહ્યા હતા. બધા મિત્રોએ વારાફરતી ફોન જોડ્યા હતા. હર્ષદ અડધી કલાકથી ‘પાંચ મિનિટમાં પહોંચું છું’ એમ કહીને ફોન કટ કરી દેતો હતો. આખરે ગુસ્સે થઈને હાર્દિકે જ ફોન કર્યો. “સામેની સાઈડ જો..” હર્ષદે કહ્યું. હાર્દિકે પાછળ ફરીને જોયું. હર્ષદ બાઇક પર સવાર થઈને ઊભો હતો. તેણે ફોન કટ કર્યો અને બંને બાજુ નજર ફેરવ્યા બાદ