સ્તુતિ

(15)
  • 4.1k
  • 1.2k

વાર્તા- સ્તુતિ લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 ગુપ્તેશ્વર મહાદેવ ના મંદિરનો ઘંટ વાગ્યો અને પુજારી શંભુ મહારાજની આંખ ખૂલી ગઇ.પોષ મહિનાની કાતિલ ઠંડીની રાત હતી.સુસવાટા મારતો પવન હાડ થીજાવી દેતો હતો.વળી મંદિર ગામથી બે માઇલ જેટલું દૂર વગડામાં હતું એટલે પ્રમાણમાં ઠંડી વધુ હતી.શંભુ મહારાજે રજાઇમાંથી મોં બહાર કાઢીને સામે ભીંત ઉપર ઘડિયાળમાં જોયું તો રાત્રીના સાડા બાર થયા હતા.આવી કડકડતી ઠંડીમાં કોણ આવ્યું હશે ઘંટ વગાડવા? તેમને નવાઇ લાગી અને પછી થોડી બીક પણ લાગી કારણકે ચોરો મંદિરમાં પણ ચોરીઓ કરવા આવેછે.થોડીવાર થઇ ત્યાં ફરી ઘંટ વાગ્યો.શંભુમહારાજે રજાઇ ખસેડી અને ખાટલામાંથી ઊભા થયા.વિચાર્યુ