શાતિર - 17 - છેલ્લો ભાગ

(179)
  • 7.9k
  • 5
  • 4.3k

( પ્રકરણ : ૧૭ - છેલ્લો ) કબીર ખરેખર ખૂબ જ ઝડપી સાબિત થયો. ‘જો ! આ તારી દીકરીને ગોળી વાગી અને એ મરી !’ એવું બોલી જવાની સાથે જ હરમને એના હાથમાં પકડાયેલી ને કાંચી તરફ તકાયેલી રિવૉલ્વરનો ઘોડો દબાવી દીધો હતો, અને... ...અને એ સાથે જ કબીરે પાસે બેઠેલી કાંચીને જોરથી ધક્કો માર્યો. કાંચી એક ચીસ સાથે પાછળની તરફ ફેંકાઈ. કાંચી હરમનની રિવૉલ્વરમાંથી છુટેલી ગોળીના નિશાન બહાર ચાલી ગઈ અને કબીર એ ગોળીના નિશાનમાં આવી ગયો. એ ગોળી કબીરના બાવડામાં ધરબાઈ ગઈ. ‘ડેડી !’ બોલી ઊઠતાં કાંચી બેઠી થવા ગઈ, ત્યાં જ ફરીવાર એને ધકેલીને લેટાવી દેતાં કબીર