ગઈ કાલે જાન વળાવી હતી. આજે ઘરનાં સભ્યોનાં મોઢા પર થાક વરતાઈ રહ્યો હતો.મંડપ અને ડેકોરેશન વાળા માણસો મંડપ સંકેલી રહ્યાં હતાં. પાર્ટીશન ને મંડપના પરદા લટકી રહ્યાં હતાં.લગભગ સવારનાં દસેક વાગ્યાં હશે.પવનની લહેરખી આ લટકતા પડદાને લહેરાવી રહી હતી. છેલ્લાં ત્રણ દિવસથી મહેમાનથી ભરેલું ઘર આજે ખાલી ખાલી ભાસતું હતું. મોટા ભાગનાં મહેમાન જાન વળાવીને નીકળી ગયાં હતાં. બાકી બેનું દિકરિયું અમૂક આજે સવારમાં પોતપોતાનાં ઘરે જવા રવાના થઈ ગઈ હતી.ઘરે બાકી અમારો પરિવાર જ હતો. હું થાક્યો પાક્યો ઘરની ઓસરીમાં બેસી કામ કરતાં મજૂરોને જોઈ રહ્યો હતો.તે બધાં મશીનની માફક જલ્દીથી