પ્રકરણ-૭જય ને આવકારતા જ્યોતિબહેને પૂછ્યું, "કહો, અલબેલી વિશે તમે શું જાણો છો?"અને જય એ પોતાની વાત કહેવાનું શરૂ કર્યું.એણે અલબેલીના જન્મથી લઈ અને પોતાની પત્નીના મૃત્યુથી લઈ અને પોતાના પાગલપન સુધીની બધી જ વાત કરી. અને કેવી રીતે પોતે પાગલપનના આવેશમાં અલબેલીને આ આશ્રમમાં મૂકી ગયો હતો અને પછી એની મિત્ર કીર્તિએ કેવી રીતે એનો જીવ બચાવ્યો અને કેવી રીતે એ સાજો થયો કીર્તિની મદદથી એ બધીજ વાત એણે જ્યોતિબહેનને કરી. જ્યોતિબહેને ધ્યાનથી જય ની બધી જ વાતો સાંભળી લીધી અને પછી થોડો વિચાર કરીને કહ્યું, "તમે કહો છો એ બધું જ સાચું જ હોય એમ હું કેવી રીતે માની