લલિતે થોડાં શરમાઈને વાત કરવાની શરૂઆત કરી."પ્રિયા..""હા...., ""મારે તને એક વાત કરવી છે.""બોલ....""મારી સગાઈ નક્કી થઈ ગઈ છે....""અરે..વાહ..! આ તો બહુ સારાં સમાચાર છે. અભિનંદન..""થેન્ક યૂ....""શું નામ છે છોકરીનું....?""શીલા....""સરસ...નામ છે..ફોટો છે કે નહિ એનો...?""છે...પણ.. અત્યારે લાવતાં ભૂલી ગયો છું....""વાંધો નહિ..., બીજી કોઈ વાર...જોઈ લઈશ એને...""તારી લાઈફ કેવી ચાલી રહી છે.....""સારી ચાલી રહી છે. જેમ ચાલે છે એમ જ ચાલી રહી છે. આમ તો બધું બરાબર જ છે પણ....""પણ....શું....?""પણ...સુશીલ રાતનાં લેટ ઘરે આવે છે એ વાત પચાવવી થોડીક અઘરી છે..., બાકી તો...જલસા જ છે....તું બોલ હવે તારાં વિશે....""મને એક સારી કંપનીમાં ફુલ ટાઈમ નોકરી મળી ગઈ છે. પગાર પણ સારો છે.