લોસ્ટેડ - 54

(37)
  • 4.4k
  • 1
  • 1.6k

લોસ્ટેડ 54 રિંકલ ચૌહાણ રયાન અને રાજેશભાઈ ને ગોળી વાગી એ ઘટનાને બે મહીના વીતી ગયા હતા, રાજેશભાઈ હજુ પણ પથારીવશ હતા, મિતલ એ એમનો હાથ તોડ્યો પછી મારામારી થઈ અને ગોળી વાગી બધી ઘટનાઓ એકસાથે થવા થી એમનો હાથ નકામો થઈ ગયો હતો. મિતલ સાથે બનેલી ઘટનાઓ એ એમને માનસિક રીતે તોડી નાખ્યા હતા, ક્યાંક ને ક્યાંક પોતે પણ મિતલ ના અકાળ મૃત્યુ માટે જવાબદાર હતા એ વાત એમના મગજ ને કોરી ખાતી હતી. અચાનક જ રાજેશભાઈ ની ઉમર દસ વર્ષ વધી ગઇ હતી, આ બધા કારણો થી એમને ઠીક થવા મા સામાન્ય થી વધારે સમય લાગી રહ્યો હતો.