રેમન્ડો એક યોદ્ધો - 14 (છેલ્લો ભાગ)

(53)
  • 2.4k
  • 1
  • 806

રેમન્ડો શાર્વીનું મિલન. તિબ્બુરનો અંત. કમ્બુલા ફરીથી વેલ્જીરિયાનો સરદાર બન્યો. રેમન્ડો બન્યો સેનાપતિ. **************************** સરદાર સિમાંન્ધુ,રેમન્ડો,હિર્યાત અને આર્ટુબ સૈનિકો સાથે મહેલના ત્રીજા માળના એક ખંડમાં પહોંચી ગયા. બધા દોરડા વડે ઉપર ચડ્યા હતા. સૌથી પહેલા રેમન્ડો ઉપર પહોંચ્યો હતો. રેમન્ડો સાવચેતી પૂર્વક બારીમાં થઈને એ ખંડમાં પ્રવેશ્યો. એ ખંડમાં એક સ્ત્રી બેભાન થઈને પડી હતી. બેભાન સ્ત્રીને જોઈને રેમન્ડોએ અનુમાન બાંધ્યું કે એના પિતાજી સિમાંન્ધુએ જ્યારે આ બારીનું નિશાન લઈને તીર માર્યું હતું ત્યારે એ તીર બારી પાસે ઉભેલી આ સ્ત્રીની ગરદન સાથે થોડુંક ઘસાઈને પસાર થયું હતું. જોકે એને વધારે ઇજા થઈ નહોતી. સામાન્ય ઘસરકો જ થયો હતો.