ઘૂઘરા સવારના સાત વાગ્યા અને મારી આંખ ખૂલી. ચાર-પાંચ દિવસ ઘરમાં રહ્યા બાદ આજે ડૉક્ટરને મળવા જવાનું હતું. હવે હાથમાં બળતરા ઓછી થતી. આ દિવસોમાં મેં ઘણી બધી ફિલ્મો જોઈ અને મારી ફ્યુચર જોબનું પ્લાનિંગ પણ કર્યું. દરવાજો નોક કરીને ભાભી રૂમમાં આવ્યા. કહ્યું, આ તારો બોર્નવીટા. મારો હાથ પકડીને બોલ્યા, હજી ફરક એટલો નથી પડ્યો જેટલું ડૉક્ટરે કહ્યું હતું. મેં કહ્યું, ભાભી...મને હવે બળતરા નથી થતી તો તમે શા માટે બળતરા કરીને લોહી બાળો છો ! ભાભીએ કહ્યું. એ બધું છોડ આજે આપણે ડૉક્ટરને બતાવવા જવાનું છે તને ખબર છે ને ? મેં કહ્યું, હા... તારા ભાઈ