ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 16

  • 2.4k
  • 1.7k

ભાગ 16 ચમન બોર્ડર, અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પોતાને આબાદ રીતે છેતરીને અસદ આઝમે કુવૈતનું નાગરિકત્વ ધરાવતા બે નાગરિકોને કવેટાથી ચમન બોર્ડર જતી ટ્રેઈનમાં બેસાડી દીધા હોવાના અનુમાન સાથે ગુલામઅલી ઈકબાલ મસૂદની સાથે ચમન બોર્ડર તરફ રવાના થઈ ચૂક્યો હતો. આ દરમિયાન અસદ આઝમે એક નંબર ડાયલ કરી સ્ટેજ ટુ તરફ આગળ વધવાનો સંદેશો આપી દીધો હતો. કવેટાથી નીકળેલી ટ્રેઈન પોતાના નિયત સમય કરતા એક કલાક મોડી ઉપડી હોવા છતાં રસ્તામાં આવતા બે સ્ટેશનો પરથી પણ સારી એવી સંખ્યામાં ભીડ ટ્રેઈનમાં બેસી હતી. આ બંને સ્ટેશન પર પાંચ-પાંચ મિનિટના વિરામ બાદ ટ્રેઈન જ્યારે ચમન બોર્ડર સુધી પહોંચવાની અણી ઉપર હતી ત્યારે ગુલામઅલી