ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 10

(13)
  • 2.6k
  • 1.9k

ભાગ 10 BLA સેફ હાઉસ, કવેટા, પાકિસ્તાન દિલાવરની જ્યાં સર્જરી થઈ રહી હતી એ રૂમનો દરવાજો આખરે દોઢેક કલાક બાદ ખૂલ્યો. દરવાજો ખૂલતા જ એમાંથી એક જન્નતની હૂર જેવી યુવતી બહાર આવી. આછા લીલા રંગના સલવાર કમીઝની ઉપર સફેદ કોટમાં સજ્જ એ યુવતીને જોઈને માધવ અને નગમાને ભારે વિસ્મય થયું. આટલી સુંદર યુવતી અહીં શું કરી રહી હતી એ પ્રશ્ન એ બંનેના મનમાં પેદા તો થયો પણ એનું નિવારણ એમને તત્ક્ષણ મળી ગયું. "તમે જ છો ને ઓફિસર નગમા અને માધવ..?" રૂમની બહાર ચિંતામગ્ન ભાવે બેસેલા માધવ અને નગમા નજીક આવીને એ યુવતીએ કહ્યું. "મારું નામ ડૉક્ટર મહરુમ ખાન છે..દિલાવર