ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 5

(143)
  • 5.8k
  • 8
  • 3.1k

ભાગ 5 ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ, શાંઘાઈ, ચીન શેખના વેશમાં આવેલા અર્જુન અને નાયક પોતાની ફેક્ટરી અંગે બીજા કોઈને માહિતગાર ના કરે એ હેતુથી યાંગ લી પોતાના ત્રણ સાગરીતો લ્યુકી, બોથા અને ટીમ સાથે સ્પીડબોટમાં બેસી હેંગસાથી ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ ભણી નીકળી ચૂક્યો હતો. જેક નામનો એમનો માણસ અર્જુન અને નાયકને લઈને દરિયાના જે રસ્તે ચુવાંગજિયાંક્ષુ તરફ ગયો હતો એ જ રસ્તે લી આગળ વધી રહ્યો હતો. લી માટે કામ કરતો ડ્યુક નામનો મવાલી ચુવાંગજિયાંક્ષુના પોર્ટ નજીક પોતાના પાંચ હથિયારધારી માણસોને લઈને ગોઠવાઈ ચૂક્યો હતો. લગભગ દસેક મિનિટ બાદ ડ્યુકે હેંગસા તરફથી આવી રહેલી સ્પીડબોટનો અવાજ સાંભળ્યો. દરિયાના પાણીને ચીરીને આગળ વધતી સ્પીડબોટની