ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 4

(124)
  • 5k
  • 8
  • 3.1k

ભાગ 4 કવેટાથી દસ કિલોમીટર દૂર, ઇન્ડસ હાઇવે, પાકિસ્તાન નગમા, માધવ અને દિલાવરને લઈને મુસ્તફા ઈન્ડ્સ હાઈવે તરફ આગળ વધી રહ્યો હતો. પોતે વીસ મિનિટમાં એ લોકોને લઈને કવેટામાં આવેલા એમના ગુપ્ત સ્થાનકે અને ત્યાંથી યોગ્ય સમયે ડૉક્ટર અસદ આઝમના ત્યાં પહોંચવાનું હતું. BLAના ગઢ ગણાતા કવેટામાં પોતે અતિ સુરક્ષિત હોવાનું મુસ્તફા અને દિલાવરનું અંગતપણે માનવું હતું. એ લોકો જે સિંગલપટ્ટી રોડ પર આગળ વધતા હતા, એ રસ્તો ઈન્ડ્સ હાઈવેને જ્યાં મળતો ત્યાં ઈકબાલ મસૂદ પોતાના છ આતંકવાદીઓ સાથે હથિયાર સાથે મોજુદ હતો. હમીદના ઘરે શોધખોળ કરનારા અને ક્રિસ્ટ ચર્ચ જોડે પોતાના સાગરીતોને મોતને ઘાટ ઉતારનાર લોકો જોડે બદલો લેવા