એ તો એવા જ છે...

(11)
  • 2.9k
  • 768

આળસ મરડીને શરીરને ઊંચું નીચું કર્યું, એક પાશા થી બીજા પાશા પર ફેરવ્યું, આંખ ઝીણી કરીને જોયું તો પથારી ખાલી હતી, એક સ્મિત આવી ગયું. ધીરે ધીરે બંને હાથને આંખો સામે લાવી હસ્ત દર્શન કરાવ્યું ને શરીરને બેઠું કર્યું. બંને હાથથી વાળને સહેલાવી સરખા કર્યા અને અંબોડો લીધો. પગ ને ફર્શ પર મૂકતાં પહેલાં મનોમન દર્શન કર્યાને સવાર પડી.. મંદ મુસ્કુરાઈ, ને અછડતી નજરે જોયું પણ નીર્લેપ. મે પણ હંમેશની જેમ મોહ ત્યજી દીધો, કામકાજમાં પરોવાઈ. કાન તો તત્પર જ હતા પણ ક્યારે ?? "એવા જ છે" આ વાક્યની માળા કદાચ આજે જલદી થઇ ગઇ હોય એવું લાગ્યું. દિવસ