"ઘરડી મા" આ એક સત્ય ધટના પર આધારીત વાર્તા છે. અમદાવાદ રેલ્વે સ્ટેશન પર સવારે વહેલા 5.30 વાગે એક આંધળી 'મા' ને તેનો દિકરો ઉતારીને બાંકડા ઉપર બેસાડીને ચાલ્યો ગયો હતો તો સાંજના 7.30 વાગ્યા સુધી તે પરત ફર્યો ન હતો. મા ની ધીરજ હવે ખૂટી ગઇ હતી. તેની આંખો ઉંમરને કારણે નબળી પડી ગઇ હતી તેથી તેને બરાબર દેખાતું પણ ન હતું. હમણાં આવું છું કહીને ગયેલો દિકરો રાત પડવા આવી તો પણ કેમ પાછો ન આવ્યો તે એક પ્રશ્નાર્થ ચિન્હ હતું. હવે માનાથી રહેવાયું નહિ એટલે તે રડવા લાગી. ક્યારની મનમાં ને મનમાં તો રડતી જ હતી પણ