યશ્વી... - 20

(11)
  • 3k
  • 1.4k

(સોહમની ઈચ્છા મુજબ 'ખીચડી'નાટક રજૂ થયું અને સોહમને ખૂબજ ગમ્યું. સોહમે પોતાના છેલ્લા સમયે યશ્વીને નહીં રોવાની અને સોહમ ક્રિએશન આગળ લઈ જવાનું કહ્યું. પોતાના રોગ પર એક નાટક બનાવવાનું પ્રોમિસ લઈને અંનતની વાટે ઊપડી ગયો. હવે આગળ....) યશ્વીનો હાથ પકડીને જ સોહમ અંનત ની વાટે ઉપડી ગયો. એ જોઈને યશ્વીએ એક જોશથી ચીસ પાડી 'સોહમઅઅઅઅઅ....' અને સ્તબ્ધ થઈને સોહમને જવા ના દેવો હોય તેમ ગળે વળગાડી લીધો. યશ્વી એમની એમ જ બેસી રહી એની આંખો કોરી હતી. જાણે આંખના આસું પણ બહાર આવા માટે તેની પરમિશન ના માંગતા હોય. સોહમની વાતો સાંભળીને રજતે ડૉ.શાહને ફોન કરી દીધો જ હતો.