મીરાંને હવે એના પપ્પાની બહુ ચિંતા થાય છે. એ ક્રિશે કરેલી મદદને પણ ભૂલતી નથી. એ વિચારી લે છે કે એ જેવો સપનાનો રાજકુમાર ઈચ્છતી હતી એ કદાચ ક્રિશ જ હશે. એ મોરપંખને હાથમાં ફેરવતા એના પપ્પાને જલ્દી જલ્દી મળી શકે એવું વિચારી રહી હતી. આ બાજુ રાજુભાઈ મુંબઈ પહોંચે છે. ક્રિશ એને લેવા એરપોર્ટ પર પહોંચે છે. રાજુભાઈ અને ક્રિશની આ પહેલી જ મુલાકાત હોય છે. એ પોતાના મોટાભાઈની તબિયતની જાણકારી મેળવી રાહતના શ્વાસ લે છે. બન્ને ઘરે પહોંચે છે. રાજુભાઈ : " ભાઈ, કેમ છે તમને હવે?"( ગળગળા સ્વરે) " હવે મને સારું છે. ચિંતા જેવું નથી