દિપક ચિટણી (dchitnis3@gmail.com)----------------------------------------------------------------------------------------------------મનુષ્યની બધી ઈન્દ્રિયોમાં જીવનનું મહત્વ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બે બે ઈન્દ્રિયો છે ને કાર્ય તે એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરાં, ચાલવાના એક કાર્ય પણ માટે બે પગ, જોવાના કામ માટે બે આંખ. પણ બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ બે કામ માટે એકલી જીભની નિમણૂક પરમાત્મા દ્વારા કરવામાં આવી છે. શરીરના અનેક અંગોમાં શ્રેષ્ઠ અંગ પણ જીભ અને કનિષ્ઠ અંગ પણ જીભ કારણ કે તેનામાં સર્જન અને વિનાશ બંનેની શક્તિ છે. ઘણી ખરી ઈન્દ્રિયો પર આપણો કાબુ નથી. આપણી ઇચ્છા વિરુદ્ધ પણ પરસંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય અને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય, તો