*એ કૃતજ્ઞતા ભરી નજર* ટૂંકીવાર્તા..... ૨૨-૭-૨૦૨૦. બુધવાર...મંગલેશ્વર મહાદેવ સામે ઓટલા ઉપર એક ભિખારણ સાડી ઓઢી ને સૂતી હતી... સાડી ઠેકઠેકાણેથી ફાટેલી હતી એમાંથી એનાં અડધો શરીરનો ભાગ દેખાતો હતો કેટલાય નવરા લોકો લોલૂપ નજરે જોઈ રહ્યા હતા...અને અંદરોઅંદર વાતો કરતાં હતાં કે આ કાલ રાત સુધી તો ઓટલા પર કોઈ નહોતું આ કોણ હશે??? અને ક્યાંથી આવી હશે??? આવતાં જતાં રાહદારીઓ પોતાના ખિસ્સામાંથી ચલણી સિક્કાઓ તેની તરફ ફેંકી ને જતાં રહ્યાં પણ કોઈને ઉભાં રહીને જોવાનો કે પૂછવાનો સમય નહોતો...એટલામાં એક દયાળુ બહેન મમતા બહેન નિકળ્યા એમણે આ જોયું એટલે એ એ સ્ત્રી ની નજીક ગયાં અને પુછ્યું શું થયું છે