સમર્થ સંબંધ, જીવન ને બનાવે સાર્થકજયાં ભૂલોને ભૂલવાની સમજણ હોય,એ સંબંધોમાં હંમેશા આનંદ જ હોય. પ્રેમથી આત્મીયતા, વાત્સલ્યથી વિશ્વાસ અને સ્નેહથી શ્રદ્ધા નું જીવનયાત્રામાં પ્રાગટ્ય થાય છે, અને તેમાંથી સંબંધ નો જન્મ થાય છે. સંબંધની શરૂઆત બે વ્યક્તિના નિર્ણય અને ઈચ્છા શક્તિ થી થાય છે, અને અંત કોઈ એકના નિર્ણય થી થાય છે તે કડવી વાસ્તવિકતા છે. આપણે આપણી સંપત્તિ ની ચાવી જલ્દી કોઈને સોંપતા નથી, પણ મનની ચાવી જલદીથી બીજાને સોંપી દઈએ છીએ જેમાં દુઃખી પણ થઈએ છીયે અને સંબંધ ને અસર થાય છે. શાંતિ ને ગુમાવી દઈએ છીએ. વાદ અને વિવાદ ને સ્થાને સંવાદ અને હું ને સ્થાને અમે