સુંદરી - પ્રકરણ ૭૪

(131)
  • 5.7k
  • 7
  • 2.8k

ચુંમોતેર “એટલે હવે તમે મિડિયાની હેલ્પથી મારા પર દબાણ લાવવા માંગો છો એમને!” ગુસ્સામાં લાલ લાલ થઇ ગયેલી સુંદરીએ પોતાની મુઠ્ઠી ટેબલ પર પછાડી અને ઉભી થઇ ગઈ. “અરે! ના, મને તો ખબર જ નથી કે આ લોકો અહીં અચાનક કેવી રીતે આવી ગયા.” સુંદરીને ઉભી થયેલી જોતાં વરુણ પણ પોતાની જગ્યાએથી ઉભો થઇ ગયો. “તમને તો કશી ખબર જ નથી હોતી વરુણ અને બધું એનીમેળે જ થઇ જતું હોય છે. બગીચામાં તમે જે કર્યું એ તમારાથી અચાનક જ બોલાઈ ગયું, શ્યામલભાઈ મારા ભાઈ છે એ પણ તમને ખબર ન હતી તો પણ એ તમને અચાનક જ મળી ગયા