ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 21

(42)
  • 2.9k
  • 3
  • 1.1k

તળાવ કિનારે રોબર્ટ અને મેરીનું નવું રહેઠાણ માંચડો. ****************************** સવારે રોબર્ટ અને મેરી ઉઠ્યા ત્યારે બધા હાથીઓ તળાવના પાણીમાં સૂંઢમાં પાણી ભરીને એકબીજા ઉપર પાણી ફેંકતા નાહી રહ્યા હતા. રાતે જે માદા હાથીએ બચ્ચાને જન્મ આપ્યો હતો એ માદા હાથી પોતાના બચ્ચા ઉપર વહાલપૂર્વક સૂંઢ ફેરવી રહી હતી. "રોબર્ટ આ બચ્ચું કેટલું સુંદર છે નહીં ? માદા હાથીની સૂંઢ સાથે ગમ્મત કરી રહેલા નાનકડા બચ્ચા તરફ જોઈને મેરી બોલી. "હા હજુ તો રાતે જ જનમ્યુ છે અને કેટલી મસ્તી કરી રહ્યું છે એની મા સાથે.' રોબર્ટ હસતા બોલ્યો. હાથીનું બચ્ચું પોતાની માની સૂંઢમાં પોતાની નાનકડી સૂંઢ ભરાવવાની કોશિશ કરી રહ્યું