ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 19

(52)
  • 3.3k
  • 3
  • 988

સમજદાર હાથી. *********** સાંજ થઈ ચુકી હતી. હાથીઓનું ઝુંડ એક વિશાળ તળાવ પાસે આવીને થોભ્યું. તળાવની આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો હતા. તળાવથી થોડેક દૂર નાની મોટી ટેકરીઓ નજરે પડી રહી હતી. અમૂક ટેકરીઓ ધૂળની હતી જેમની ઉપર વનરાજી ફેલાયેલી હતી. ટેકરીઓ ઉપરની લીલોતરી આંખો આંજી દે એવી હતી. રોબર્ટ અને મેરી હજુ પણ હાથી ઉપર બેઠા હતા. સૂતેલી મેરી હવે જાગી ગઈ હતી. હાથીઓ તળાવ કિનારે થોભ્યા એટલે મેરી ડરી ગઈ. "રોબર્ટ આ હાથી આપણને નીચે તો નહીં ફેંકી દે ને ? ડરેલી મેરીએ રોબર્ટને પૂછ્યું. "અરે ચિંતા ના કર. આ હાથીઓ ખુબ જ સમજદાર છે. જો તે આપણને