ભાષાશાસ્ત્રી થોમસ એન્થોનીનું ઓળખપત્ર. *************************** આ પિસ્તોલ અહીંયા આવી ક્યાંથી ? આ પ્રશ્ન ગર્ગના મનને મૂંઝવવા લાગ્યો. ગર્ગે આજુબાજુ જોયું તો બીજી કોઈ વસ્તુ એને દેખાઈ નહી.એ પિસ્તોલ લઈને જ્યાં રોબર્ટ, મેરી અને જ્હોન સૂતા હતા ત્યાં આવ્યો. ગર્ગ એમના પડાવ પાસે પહોંચ્યો ત્યારે બધા ઉઠી ગયા હતા. મેરી અને રોબર્ટ એકબીજાને આલિંગનમાં જકડીને બેઠા હતા જયારે જ્હોન તાપણું કરીને કોઈક અજીબ પ્રકારનું ફળ આગમાં શેકી રહ્યો હતો. "ગર્ગ સવાર સવારમાં ક્યાં ચાલ્યો ગયો હતો ? ગર્ગ પાસે આવ્યો ત્યારે જ્હોને એના હાથમાં રહેલું ફળ બાજુમાં મૂકતા પૂછ્યું. "બસ હું તો આ તરફ જ.' ગર્ગ ધીમેથી હસીને બોલ્યો. ત્યાં તો