CBI એ. કુટ્ટી કચેરીની બાજુનાં રૂમમાં કાચની પેલે પાર બેસીને શરાબીની વાતો સાંભળી રહ્યો હતો. ઇન્ટરોગેશન માટે ભલભલા ગુનેહગારોનાં બયાન તેમજ રામ કહાણી સાંભળ્યા બાદ પણ જે ક્યારેય વ્યથિત નહોતો થયો, એ આજે આ શરાબીની સત્ય ઘટનાથી થોડો વ્યથિત થઈ ઊઠ્યો. નવી બનેલી CBIની કચેરીમાંથી બહાર લટાર મારી રહ્યો'તો ત્યાં એનું ધ્યાન ગયું કે હવેલીની આસપાસ 500 મીટરનાં અંતરાળમાં કોઈ મકાન કે દુકાન નહોતી. એવામાં કોને પૂછવું અને ક્યાંથી શરૂઆત કરવી એ ઉલઝન બની ગઈ. શબવાહિકા જ્યારે નાનકડી કન્યાની લાશને લઈને પોસ્ટમોર્ટમ કરવા માટે દિલ્હીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી'તી, એ સમયે માધવને બંને ડિટેકટિવ કોન્સ્ટેબલની સહાયતાથી લોખંડી તાર