કોમન પ્લોટ - 3

  • 3.9k
  • 3
  • 1.5k

વાર્તા- કોમન પ્લોટ-3 લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.9601755643 આજે રવિવારે સવારે રતનભાઇ અને એમના કલાકારો મિની લકઝરીમાં ક્યાંક જઇ રહ્યા હતા.કોમનપ્લોટ આગળ બ્લેકબોર્ડ માં લખેલું હતું કે આજે જરૂરી કામે બધા બહાર જઇ રહ્યા હોવાથી આજનો શો બંધ રહેશે. કોમનપ્લોટની બાજુના બે બંગલામાં કલાકારોને ઉતારો આપવામાં આવ્યો હતો.સ્ત્રી કલાકારો અને પુરૂષ કલાકારો માટે અલગ બંગલા રાખ્યા હતા.લોકોમાં ચર્ચા હતીકે કેટલા ઊંચા ગજાના અને દેખાવે રૂડા રૂપાળા કલાકારો છે જે ફિલ્મી દુનિયામાં પણ શોભે એવા છે.અનુપમા અને મનોરમા, અભિષેક અને તપન આ કલાકારો તો એટલા દેખાવડા હતાકે રતનલાલ આ ચાર કલાકારોને તો લોકોની નજરે ખાસ ચડવા દેતા નહોતા.અનુપમા