ધૂપ-છાઁવ - 9

(35)
  • 5.8k
  • 1
  • 4.1k

વિજયે પોતાની જીવનકહાનીની શરૂઆત કરતાં કહ્યું કે, " લક્ષ્મી, હું તને ક્ષણવાર માટે પણ ભૂલી શક્યો નથી, તું અને મારાં બંને બાળકો મને જીવથી પણ વધારે વ્હાલાં છો. બસ, પરિસ્થિતિનો સામનો ન કરી શક્યો અને માટે ભાગી છૂટયો હતો તારો અને મારાં બંને બાળકોનો હું ગુનેગાર છું. વિચાર્યું હતું કે થોડાઘણાં પૈસા કમાઈ લ‌ઈશ પછી તમારી લોકોની પાસે પાછો ચાલ્યો આવીશ, પણ તકદીરે મારું ધાર્યું થવા ન દીધું, મારું તકદીર મને છેક ક્યાંથી ક્યાં ખેંચી ગયું..!! અને હું તેની પાછળ બસ ખેંચાતો જ ગયો, ખેંચાતો જ ગયો. તેણે મને જેમ દોડાવ્યો તેમ હું દોડતો જ રહ્યો બસ દોડતો જ રહ્યો,