આપણે પ્રકરણ-7 માં જોયું કે, લક્ષ્મીએ એક ઊંડો શ્વાસ લીધો અને ભીનાં અવાજે વિજયને કહ્યું, " નથી જ ભૂલી, તમે જ કહો ને કોઈ ભૂલી શકે ભલા..?? તમારા બે બાળકોની માતા છું હું, અત્યાર સુધી ફક્ત "માં" બનીને જીવી છું. બાળકોને મારા ભાગના પ્રેમની સાથે-સાથે તેમને પિતાના ભાગનો પણ પ્રેમ આપ્યો છે. મારી ફરજોની સાથોસાથ પિતાના ભાગની ફરજો પણ અદા કરી છે. કોઈ ઉપકાર નથી કર્યો મેં, મારી ફરજ હતી તે, પણ હવે તમને આજે નજર સમક્ષ જોઇને જાણે જિંદગીનો બધો જ થાક ઉતરી ગયો છે. " અને લક્ષ્મી વિજયના ખભા પર માથું ઢાળી રડી પડી... આટલાં વર્ષો પછી જાણે