લવ ફાઈન, ઓનલાઇન - 7 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

  • 4.4k
  • 4
  • 1.8k

કાશ... આ બંને અને આપને બંને હંમેશા હંમેશા માટે એક થઈ જઈએ! પ્રાચી બોલી તો રાજેશે હોપ સો! કહ્યું અને બનેં એ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો! પ્રાચી... એ બાજુથી સેલ્ફી લે તો બધા આવીએ એમ! રાજેશે કહ્યું તો પેલા બંને પણ નજીક આવી ગયા. એક અવાજ સાથે જ સમયનો એ પળ ડિજિટલ સ્વરૂપે કેદ થઈ ગયો હતો! ચારેય લોકો જે એક બીજા સાથે હોવાની ખુશીમાં સ્માઇલ કરી રહ્યા હતા, જાણે કે એમને કોઈએ સ્વર્ગ ના ગેટની ચાવી ના આપી દીધી હોય! રાજેશ, તને ખબર છે... સ્નેહા મને બચપન માં કેવું કહેતી?! રાજીવે રાજેશ ને ઉદ્દેશી ને કહ્યું. કેવું?! રાજેશ બોલ્યો.