હસતા નહીં હો! - 17 - પથારી તારા પ્રેમમાં...

  • 4.7k
  • 1.7k

નવા નવા વિવાહ થયા હોય ત્યારે પતિને તેની પત્ની,કોલેજમાં ભણતી પ્રેમિકાને તેનો પ્રેમી,'શ્રવણ' ફિલ્મ જોયા બાદ સંવેદનશીલ છોકરાને તેના માતા પિતા,દેશભક્તિનું ગીત સાંભળ્યા બાદ બળિયા યુવકને તેનો દેશ સૌથી પ્રિય હોય છે.હું પહેલા જણાવી ચુક્યો છું એ મુજબ મને કોઈ કંઈ પણ પૂછવા નવરું નથી છતાંય જો કોઈ પૂછી બેસે કે તમને સૌથી વધુ પ્રિય શું છે?તો હું શહેનશાહની અદાથી જાહેર કરું કે,"પથારી...પથારી... પથારી..." મને સૌથી વધુ પ્રિય છે જેમાં મને કુંભકર્ણ અને રાજા મુચુકુંદની છટાથી સુવાનો આનંદ પ્રાપ્ત થાય છે.પણ મારા ઘરમાં કોઈ મારી આ શયન સાધનાની કિંમત કરતું નથી.સદૈવ નિયતિ મારી આ સાધનાની પરીક્ષા કરતી હોય છે.મને