ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-61

(147)
  • 7.7k
  • 7
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-61 જોસેફને બારીની બહાર ફંગોળયાં પછી વાતાવરણ શાંત થઇ ગયું કોઇએ એની ચીસ સાંભળી નહીં અમોલ અને બીજી વ્યક્તિ હવે દારૂનાં નશામાં એટલી ચૂર હતી કે ઘાઢ નીંદરમાં ઉતરી ગયેલાં... ફલોર પર લોહીનાં છાંટાજ રહ્યાં એ માત્ર જોસેફનાં.... **************** નીલાંગ પ્રેસ પર પહોચે પહેલાં ફરી મોબાઇલ પર નીલાંગીની રીંગ આવી એણે નીલાંગને કહ્યું નીલું હું ઘરે પહોચી ગઇ છું ચિંતા ના કરીશ. કાલે મળીશું બાય. ગુડનાઇટ નીલાંગે કહ્યું હાંશ ઓકે ચલ કાલે મળીશું હું તને ફોન કરીને કહીશ ક્યાં મળવું છે. અને એ નિશ્ચિંત થઇને ટેક્ષીવાળાને કહ્યું બસ આટલે રાખો અને એણે પૈસા ચૂકવી ટેક્ષી છૂટી કરી દીધી અને