આગે ભી જાને ના તુ - 21

  • 3.8k
  • 1.2k

પ્રકરણ - ૨૧/એકવીસ ગતાંકમાં વાંચ્યું...... વલ્લભરાય અને નિર્મળા વચ્ચે એમના પુત્ર અનંતના લગ્ન વિશે ચર્ચા થાય છે જે બહારગામથી ત્રણ મહિના પછી ઘરે આવે છે અને પોતાને એક યુવતી પસંદ હોવાનું જણાવે છે તો વલ્લભરાય ક્રોધિત થઈ એને તમાચો મારે છે..... હવે આગળ.... "પ.....ણ.... માં...બાપુ.....મારી વાત તો સાંભળો.... મને એક છોકરી પસંદ છે..... એ...ટ....લે... કે મેં છોકરી પસંદ કરી લીધી છે...એટલે એ...મ.... કે ......" અનંત હજી આગળ કાંઈ બોલે ત્યાં જ એના ગાલે એક સણસણતો તમાચો પડ્યો. અનંતની આંખે તમ્મર આવી ગયા. આંખોમાં આંસુ બાઝી ગયા અને અનંત નીચું મો કરી ઉભો રહી ગયો અને એની સામે વલ્લભરાય ધ્રુજતા અને