અંગત ડાયરી - તમે ઈશ્વરને જોયા છે?

  • 5.1k
  • 1
  • 1.6k

અંગત ડાયરી============શીર્ષક : તમે ઈશ્વરને જોયા છે? લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૭ માર્ચ ૨૦૨૧, રવિવારગૂગલમાં જો ‘ધનવાન કૈસે બને’ સર્ચ કરશો તો કદાચ સોથી વધુ વૅબપેજ કે બ્લોગનું લિસ્ટ ડિસ્પ્લે થશે, પણ જો ‘સત્યવાન કૈસે બને’ સર્ચ કરશો તો કદાચ પાંચ-દસ-પંદર પાનાં મળે તો મળે. 'જીવનમાં સફળ કેમ થશો' એવું જો સર્ચ કરશો તો સેંકડો પુસ્તકો તમને મળી રહેશે પણ 'જીવનમાં ઈમાનદાર કેમ બનશો' વિષય પર કોઈ પુસ્તક મળે તો મળે. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેના સેમિનાર્સ અવારનવાર ગોઠવાતા હશે, જયારે જિંદાદિલી, પ્રામાણિકતા, ખેલદિલી ખીલવવાના કોઈ ક્લાસીસ મેં જોયા નથી. આપણે અજાણતાં જ સજ્જનતા સાથે છેડો ફાડી તો