વિધવા હીરલી - 19

(16)
  • 3k
  • 2
  • 1.1k

(૧૯) કુદરતનો નીવેડો સુરજ ઉગતાની સાથે જ ગામના ચોકમાં ભીડ ઉમટવા લાગી. ઉગાડા થયેલા હાંડપિંજર ભૂખની સ્થિતિ વર્ણવી રહ્યા હતા. તનમાં જોમ તો ન્હોતું પણ સમાજમાં પડઘો પડેલો રહે, એ વાત થકી આજુબાજુના ગામના લોકો પરાણે પરાણે સભામાં આવ્યા હતા. જ્યાં સમાજની વાત આવે ત્યારે વ્યક્તિ પોતાની શાખ પુરાવવા માટે રૂઆબ બતાવતો હોઈ છે. આજે તો પુરુષો કરતા સ્ત્રીઓને બહુ આતુરતા હતી અને આતુરતા હોઈ જ કે ! અસ્તિત્વનો સવાલ હતો. ગામના ચોકમાં સમાજની સભા દુષ્કાળની પરિસ્થિતિનો તાગ મેળવી રહી હતી. વરસાદના કોઈ એંધાણ ન્હોતા અને ઉપરથી વર્ષ આખું ઊભું હતું. એ