સુંદરી - પ્રકરણ ૭૩

(127)
  • 4.7k
  • 8
  • 2.8k

તોંતેર “કૃણાલભાઈ, ભઈલાને ઘેર આવો તો! જલ્દી!” સોનલબાએ કૃણાલને કૉલ કરીને તરતજ આવવાનો રીતસર હુકમ જ કર્યો. “એનું શું કામ છે આમાં?” વરુણને નવાઈ લાગી કે સોનલબાએ કૃણાલને કેમ બોલાવ્યો? કારણકે વરુણના માનવા અનુસાર કૃણાલ તો પહેલા દિવસથી જ વરુણની સુંદરી પ્રત્યેની લાગણીનો વિરોધી હતો અને તે વારંવાર તેને આ સબંધ વિષે વિચારવાનું જ બંધ કરવાનું કહી ચૂક્યો હતો. પરંતુ વરુણને એ ખ્યાલ ન હતો કે તેના અમદાવાદથી દોઢથી બે મહિના દૂર રહેવા દરમ્યાન અહીં કેટલું બધું બદલાઈ ગયું છે. સોનલબાએ વરુણના પ્રશ્નનો જવાબ ફક્ત પોતાનો હાથ લાંબો કરીને તેને કૃણાલની રાહ જોવાનો ઈશારો કરીને આપ્યો. કૃણાલ આમ તો