લોસ્ટેડ - 47

(43)
  • 3.9k
  • 2
  • 1.8k

લોસ્ટેડ 47 રિંકલ ચૌહાણ રાઠોડ હાઉસ રંગબેરંગી ફૂલો અને સુંદર લાઈટ્સ થી‌ શણગારેલુ હેતુ, નવવધૂ જયશ્રી ની વિદાય ની વેળા હતી. બધા એ જયશ્રી ને રડતી આંખો એ વિદાય આપી, પરંતું આ ભીડ માં બે આંખો એવી પણ હતી જેમા દુખ ને બદલે પ્રતિશોધ ની જ્વાળાઓ હતી. જયશ્રી ના બન્ને ભાઈ વિરાજ અને વિકાસ ની નજર પણ એ જ આંખો પર મંડાયેલી હતી. આ પ્રસંગ બગડે નઈ એ ચિંતા બન્ને ભાઈઓ ને કોરી ખાતી હતી, પણ સદભાગ્યે કોઈ પણ જાત ની ઉહાપોહ વગર પ્રસંગ પુરો થયો. બે દિવસ પછી વિકાસ‌ જયશ્રી ને પગફેરા ના રિવાજ માટે સાસરે થી તેડી લાવ્યો.