વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-37 યુનીર્વસીટી હોલમાં આજે નાટક છે. એન્યુઅલ ફંકશન છે. સુરેખાનો સુરેખ પર ફોન આવ્યો અને સુરેખે તરતજ ઉંચકતા કીધુ બોલ સુરેખા... સુરેખાએ કહ્યું સુરેખ તું લેવા ના આવીશ હું પાપા અને રૂપા સીધા હોલ પર પહોંચી જઇશું. આપણે સીધા ત્યાંજ મળીશું. સુરેખે કહ્યું પણ કેમ હું મંમી સાથે તમને લોકોને લેવા આવી જઇશ. સુરેખાએ કહ્યું "ના તું સીધો જજે પાપા ઓફીસથી આવશે પછી અમે તૈયાર થઇને નીકળીશું તમારે પહોચીને બધી તૈયારી કરવાની... તારે વહેલાં ત્યાં પહોચવુ પડશે નહીંતર બધાં રાહ જોશે શર્મા સર તમારી રાહ જોતાં હશે હું થોડો સમય પહેલાં પહોચીશ ચાલશે. તમારે લોકોએ 2 કલાક વહેલાં ત્યાં