ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૮ )

(12)
  • 4.3k
  • 1
  • 1.3k

વહેલી સવારે બધા મીઠી નીંદરનો આનંદ માણી રહ્યા હતા . કદાચ આખા વીતેલા દિવસનો સૌથી આનંદમય સમય હતો આ . બાબુકાકા પોતાના રોજિંદા સમયે વહેલા ૪:૦૦-૪:૩૦ ની આજુબાજુ ઉઠી ગયા હતા . આજની પરોઢ પ્રમાણમાં વધુ ઠંડી જણાઈ તેથી ઠંડીના લીધે જ કદાચ કુતરાઓ ભસતા હતા . દાંતણ વગેરે પતાવી સ્નાન કરવા જતા હતા ત્યારે કુતરાઓનો અવાજ ખૂબ તીવ્ર અને નજીકથી આવવા લાગ્યો . ઘણીવાર અજાણ્યા માણસો કે જંગલી પશુને જોઈને કુતરાઓ ભસતા , તેથી બહાર શુ બની રહ્યું છે એ જોવા બાબુકાકા બહાર નીકળ્યા અને બલ્બ ચાલુ કર્યો . ગોળાના પીળા પ્રકાશમાં જીપની આજુબાજુ કૈક હિલચાલ દેખાઈ . એમને