કલંક એક વ્યથા.. 4આપણે આગળ જોયું, રાકેશ એના ઘરમાં જ બનાવેલા બિયરબારમાં બેઠો છે એક પછી એક ગ્લાસ અને એક પછી એક સિગારેટ ફૂંકે જાય છે...હવે આગળ....ધીરે ધીરે ચાંદ એને નશામાં આવતો હતો, બંગલાની ચારો તરફ એક અજીબ શાંતિ ફેલાયેલી હતી. અવજા માત્ર બે જ આવતા હતા. ટક..ટક....ટક...દિવાલ ઉપર લાગેલી રોમન આંકડાની મોટી કોતરણી કરેલી લાકડાના કબાટમાં મઢાયેલી ઘડીયાળનો અને એક રાકેશ શેઠના બિયરના કાચના ગ્લાસનો જે ઘડીયાળના કાંટા સાથે જાણે તાલ મેળવવાની કોશીશ કરતો હોય એમ એક ગ્લાસ ખાલી થાય અને લાકડાના ટેબલ ઉપર ખાલી ગ્લાસનો ટ્ટ..ક કરતો અવાજ..... બધા જ પોતાના ઓરડામાં સૂઈ ગયા હતા. બિંદુની નજર ઓરડાની ખાલી