માનસિક ચિંતા માણસને હતાશ કરી મૂકે છે અંદરથી ખોખલો બનાવી દે છે, જીવન નીરસ લાગવા માંડે છે, કોઈ એનો સામનો કરે છે તો કોઈ મર્ત્યુને વ્હાલું કરે છે. જીવનમાં આજુબાજુ કોઈ હતાશ વ્યક્તિને જુવો તો લાગણી અને હૂંફના બે શબ્દો બોલીને હતાશામાંથી બહાર લાવવાની કોશિશ કરજો તો કોઈની જિંદગી આબાદ થઈ જશે. વીનું આજે લમણે હાથ દઈને બેઠો હતો, રૂમમાં અંધકાર વ્યાપેલો હતો, જેના મનની ભીતર જ અંધકાર છવાયેલો હોય, ઉજાસ ઝળહળાટ કરતો હોય પણ માયલોજ ઉજાસને પ્રવેશવા જ નાં દે તો શું કરી શકાય ? એ અંધકારને મિટાવવા હુંફ અને લાગણીનો ધોધ જોઈએ જે વીનુંનો દોસ્ત મનુ લઈને આવ્યો.