સવારનું સપનું

  • 2.3k
  • 814

આજે સવારે જ્યારે હું હંસિકાને ઉઠાડવા ગઈ, તો એના મોઢા પર એક મોટું સ્મિત હતું. એ હજી ઊંઘમાં હતી, પણ એનો ચહેરો જોઈને લાગ્યું, કે કોઈ સારું સપનું જોતી હશે. કોલેજનો સમય નહોતો થયો, ઘણી વાર હતી. આખો દિવસ તો ઉલ્લાસથી નાચતી, કૂદતી, દોડાદોડી કરતી હોય છે. સુતેલી એટલી શાંત અને સુંદર લાગી રહી હતી, મન થયું, બે ઘડી એને જોતી રહું. જરા પણ ડિસ્ટર્બ ન કરું. થોડી વાર પછી એણે આપમેળે આંખ ખોલી અને સૌ પ્રથમ એની નજર મારા પર પડી. મને જોવાની સાથે એની મુસ્કુરાહટ હજી મોટી થઈ ગઈ અને હંસિકાનો ચહેરો પહેલા કરતા વધુ ખીલી ગયો. એને જોઈને,