બંધ મુઠ્ઠીમાં અજવાળું....

  • 2.1k
  • 1
  • 598

બંધ મુઠ્ઠીમાં અજવાળું...... દિનેશ પરમાર 'નજર ' *************************************** કેવું કરતબ સમય , સમય પર કરી ગયો? ઝળહળ દિપક ફૂંક વગર જ ઠરી ગયો છોડ ઉજાગર મબલખ ઝાકળથી જે રાતે બંધ મુઠ્ઠીમાં અજવાળું લઈ મરી ગયો - દિનેશ પરમાર "નજર ' *************************************** વલસાડ રેલ્વે પ્લેટફોર્મ પર જેવી રાજકોટ- સિકંદરાબાદ ટ્રેન દાખલ થઈ કે અમદાવાદ સોલા સાયન્સ સિટીની નજીક આવેલી "અભિલાષા માધ્યમિક સ્કુલ"ના બાળકો ચિચિયારી પાડવા લાગ્યા. સ્કુલના બાળકોને કોર્ડન કરી ઉભેલા શિક્ષકોમાંથી શિક્ષિકાબેન હેમલતાએ હાકોટો કર્યો, " એ... . ઈ... ચૂપ... આ કંઈ સ્કુલનું મેદાન છે?" ચુપ થઈ ગયેલા બાળકો, ટ્રેન ઉભી રહ્યા પછી તેમાં