૨૦૧૭ ગુજરાત યુનિવર્સિટી સ્કુલ ઓફ સાયન્સમાં રસાયણ વિભાગના ભોંયતળીયે આવેલી પ્રયોગશાળામાં હાર્દિક તેના પીએચ.ડી.ને લગતા સંશોધનમાં વ્યસ્ત હતો. ડાબા હાથમાં સંશોધનને લગતા અવલોકન નોંધવા માટે પેન હતી. નોંધપોથી લાકડાના બનેલા મેજ પર મૂકેલી હતી. જે પાના પર નોંધ કરવાની હતી તે પાનું ખુલ્લું રાખવા અને પોથી બંદ ન થઇ જાય તે માટે પાના પર મોબાઇલ મૂકેલો. જમણા હાથમાં કસનળી અને તેમાં રહેલા દ્રાવણને મિશ્ર કરવા વારંવાર તે કસનળીને હલાવતો રહેતો. ગાઇડ દ્વારા તેને સંશોધન માટે પસંદ કરેલા વિષય વિષે સામાન્ય પાયાની જાણકારી માટે સોંપવામાં આવેલ પ્રયોગ પર તેનું સંપૂર્ણ ધ્યાન હતું. ફોન રણક્યો. હાર્દિકે કસનળીને ટેબલ પર