આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-10

(34)
  • 5.8k
  • 4
  • 2.1k

"આસ્તિક"અધ્યાય-10 જરાત્કારુ બેલડી પવનહંસ દ્વારા પાતાળલોક પહોંચી ગઇ. પાતાળલોકમાં વાસુકીનાગ સહીત અનેક નાગ એમને સત્કારવા હાજર હતા. એમનું દબદબા ભર્યું સ્વાગત થયું મહેલમાં પધરામણી થઇ. થોડો આરામ લીધો પછી જરાત્કારુ દેવે વાસુકીનાગને બોલાવ્યા. જરાત્કારુ દેવે કહ્યું "ભાઇ વાસુકી તમને એક ખુશકબર આપવાની છે. વાસુકી નાગે નમ્રતાથી પૂછ્યું ભગવન ખુશખબર માટે તો તરસુ છું જણાવો ભગવન શું ખુશખબરી છે ? જરાત્કારુ દેવે કહ્યું તમારી બહેનને.... તમે મામા બનવાનાં છો. એજ ખુશખબરી છે. વાસુકીનાગ એકદમ આનંદીત થઇ ગયાં અને બોલ્યાં. વાહ વાહ સમગ્ર નાગલોકને પાતાળલોકને આપે ખુશ કરી દીધાં ખૂબ આનંદનાં સમાચાર છે હવે આજે તો જાણે બધાંજ અમારાં અરમાન પુરા કરી