હસતા નહીં હો! - 16 - હાસ્યલેખકની પ્રણયલીલા

  • 4.4k
  • 1.7k

વિચારો જોઈએ,તમે કોઈ છોકરીને પહેલી વાર મળવા જાઓ અને તમારી પહેલી મુલાકાત જ્યાં થવાની હોય ત્યાં જ કોઈ કૂતરો અને કુતરી રોમેન્સ કરતા દેખાય તો...... મને ખબર જ હતી,આવું વાંચીને ગુજરાતી પ્રજા વાંચવા છલાંગ લગાવે જ.તમે પણ એ જ કર્યું.અત્યાર સુધી તમે અનેક કવિઓની પ્રેમકથા વાંચી હશે,સાંભળી હશે અને જો તમારા નસીબ ખરાબ હોય તો તમે કદાચ જાતે કવિ પણ હોય,હો તે હો!પણ મારે તમને આજે કેટલાક હાસ્યલેખકોની પ્રણયલીલા વિશે વાતો કરવી છે.પ્રણય એટલે દામ્પત્ય પણ આવી ગયું હો!એની પણ એક બે વાતો લખીશ અહીં. પહેલા વાત કરીએ તારક મહેતાની.એમની કોલેજમાં ઇલા નામની એક છોકરી ભણતી.તારક મહેતા સિનિયર અને