શિવરુદ્રા.. - 34

(39)
  • 3.4k
  • 3
  • 1.3k

34. (શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રોને "ગરુડા તલવાર" પર સંસ્કૃત ભાષામાં લખાયેલાં મંત્રનાં આધારે ખ્યાલ આવે છે, કે શિવરુદ્રા પોતે જ રાજા હર્ષવર્ધનનો પુનઃજન્મ છે. ત્યારબાદ તેઓની નજર સમક્ષ રહેલો પેલો રહસ્યમય દરવાજો આપમેળે ખુલી જાય છે. ત્યારબાદ તેઓ તે દરવાજામાં પ્રવેશે છે. તે દરવાજામાં પ્રવેશતાની સાથે તેઓનાં આશ્વચર્યનો કોઈ જ પાર નથી રહેતો કારણ કે હાલ તેઓ એ ગુફામાં જે કઈ દ્રષ્યો જોઈ રહ્યાં હતાં, તેવાં આબેહુબ દ્રષ્યો શિવરુદ્રા પાસે રહેલાં પૌરાણીક નકક્ષામાં દર્શાવવામાં આવેલાં હતાં.આ ગુફામાં એક કુંડ આવેલ હતો, જેમાં દિવાલની ઉપર તરફ આવેલાં ધોધમાંથી ટીપે - ટીપે પાણી એક્ઠું થઈ રહ્યું હતું, જ્યારે રાત્રીનાં સમયે ચંદ્રની