3. (શિવરુદ્રા ઈસ્માઈલની ટેક્ષીમાં બેસીને કોલેજેથી પોતાનાં ઘરે જવાં માટે રવાનાં થાય છે, રસ્તામાં શિવરુદ્રાને એક અઘોરી સાધુ મળે છે, જે શિવરુદ્રાને જણાવે છે કે તેનો જન્મ અધર્મ પર ધર્મની સ્થાપના કરવાં માટે થયેલ છે, સૃષ્ટિમાં રહેલાં તમામ પાપોને હણીને પુણ્ય ફેલાવવા માટેનાં કાર્ય માટે ઈશ્વરે તેની પસંદગી કરેલ છે, આ ઉપરાંત તે અઘોરીબાબા શિવરુદ્રાને એક જોળી આપે છે, જેમાં કેટલીક રહસ્યમય વસ્તુઓ હોય છે, ત્યારબાદ શિવરુદ્રા પોતાનાં ઘરે પહોંચે છે, ફ્રેશ થઈને ડિનર કરીને પોતાનાં રૂમમાં સુવા માટે જાય છે, અને થોડીવારમાં શિવરુદ્રા ઘસઘસાટ ઊંઘી જાય છે….) એક મહિના બાદ….. સમય : સવારનાં 8 કલાક. સ્થળ : શિવરુદ્રાનું ઘર.