ઋણાનુબંધ

(39)
  • 6.5k
  • 2.2k

કુંતલ આજે ખૂબ જ ખુશ હતો. ત્રણ વર્ષ જૂની સ્વિફ્ટ ગાડી વેચીને આજે દશ લાખની નવી ગાડી ખરીદી હતી. છેલ્લાં બાર વર્ષમાં એણે ખૂબ જ પ્રગતિ કરી હતી. મલ્ટિનેશનલ કંપનીમાં એ રીજીયોનલ સેલ્સ મેનેજર હતો. હજુ એક મહિના પહેલાં જ એને પ્રમોશન મળ્યું હતું અને મહિને બે લાખના પગાર ઉપર એણે છલાંગ મારી હતી. ગાડી છોડાવીને ઘરે આવ્યો કે તરત જ સૌ પ્રથમ એ એનાં મમ્મી પપ્પાને પગે લાગ્યો હતો. એટલું જ નહીં પણ માતા-પિતાને બેસાડીને સૌ પ્રથમ શાહીબાગમાં આવેલા ગાયત્રી મંદિરમાં દર્શન કરાવવા પણ લઈ ગયેલો. કુંતલને ગાયત્રીમાં ખૂબ જ શ્રદ્ધા હતી અને વર્ષોથી એ રોજ ગાયત્રી મંત્રની પાંચ