‘જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-તેરમું/૧૩ટોળામાંથી મોટા ભાગના લોકો મોતનો મલાજો જાળવવાને બદલે આરુષીના નિષ્પ્રાણ દેહના ફોટોગ્રાફ્સ અને વિડીઓ શૂટ અને શેર કરવાનો પાશવી આનંદ ઉઠાવી રહ્યાં હતા. ટોળામાં જેટલા વ્યક્તિ એટલી વાતો થતી હતી...ટોળામાંથી થોડી વાર પહેલાં કોઈએ જાણ કરતાં સાયરનના સુસવાટા મારતી એમ્બુલન્સ અને પોલીસની ટીમ આવી ચડી.ત્વરિત, પોલીસે તેની કાર્યવાહી શરુ કરી..પછી તરત જ આરુષીના નજીવા ઘાવ અને રેતીથી ખરડાયેલાં મૃતદેહની સાથે સાથે બેહોશ અવસ્થામાં પડેલા દેવને પણ ઉઠાવી, એમ્બુલન્સમાં મૂકતાં ફરી વાતાવરણ ગજવતા સાયરન સાથે એમ્બુલન્સ અને પોલીસ વેન તેજ ગતિ સાથે સીટી હોસ્પિટલ તરફ રવાના થઇ.પંદર મીનીટમાં જ...પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયાના માધ્યમથી આ અઘટિત ઘટનાનું