નામ:- સફળતાનું સોપાન સાતમું - સતત અભ્યાસ(Continous learning) લેખિકા:- સ્નેહલ જાની નમસ્તે મિત્રો, તમારા સૌનાં સાથ અને સહકારથી હું આજે સફળતાનાં અંતિમ સોપાન સુધી પહોંચી ગઈ છું. આગળના તમામ સોપાનો માટે મળેલા તમારા અભિપ્રાયો માટે ખૂબ ખૂબ આભાર. આપણે આગળ જોયું કે સફળતા મેળવવા માટે સૌ પ્રથમ તો લક્ષ્ય બાબતે સ્પષ્ટ બનવું પડે. ત્યારબાદ એ મેળવવા માટે યોગ્યતા કેળવવી પડે. મનમાં રહેલ દબાણ કે મુંઝવણ દૂર કરી એકાગ્ર બનવું પડે. ત્યારબાદ જ કોઈ પણ બાબતનું સર્જન થઈ શકે છે. આ માટે પહેલ કરવાની હિંમત પણ કેળવવી પડે. પરંતુ આટલેથી સફળતા મળી શકશે પણ લાંબો સમય ટકી ન શકે. એ માટે